ગુજરાત

gujarat

ETV Bharat / business

RBIના ડિરેક્ટર મરાઠાએ નાના ઉદ્યોગો માટે પગલા લેવા ભાર મુક્યો - MSME Sector

RBIના ડિરેક્ટર મરાઠાએ MSME ઉદ્યોગાને મદદ કરવા સરકાર પેકેજ જાહેર કરે તેવી અપીલ કરી છે.

rbi
rbi

By

Published : Apr 2, 2020, 11:34 PM IST

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડના ડિરેક્ટર સતિષ મરાઠેએ કહ્યું છે કે કોરોના વાયરસ દ્વારા સર્જાયેલા સંકટને પહોંચી વળવા નાના અને મધ્યમ (MSME) ઉદ્યોગોને મદદ કરવા માટે સરકાર અને આરબીઆઇએ એક વ્યાપક પેકેજ લાવવું જરૂરી છે.

મરાઠેએ જણાવ્યું હતું કે અલગ-અલગ મદદ કરવાથી ઉદ્યોગોને રાહત મળશે નહીં, કારણ કે આ એક અસાધારણ સંકટ છે અને તેને અસાધારણ પગલાની જરૂર છે.

તેમણે કહ્યું કે અપેક્ષા છે કે કોરોના વાયરસ સંકટ આગામી ત્રણથી છ મહિનામાં સમાપ્ત થઈ જશે, પરંતુ 2019 માં આર્થિક મંદીનો ભોગ બનનારા ઉદ્યોગોની રીકવરી માટે વધુ સમય લાગશે.

ABOUT THE AUTHOR

...view details