ગુજરાત

gujarat

ETV Bharat / business

માર્ચ અંત સુધીમાં રામાયણ આધારિત નવી ટ્રેન દોડશે - ભારતીય રેલવેએ નવી ટ્રેન શરૂ કરી

રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવે જણાવ્યું કે, ટ્રેન 10 માર્ચ પછી દોડી શકે છે. આગામી અઠવાડિયામાં તેનો વાર્ષિક કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

railway projects
railway projects

By

Published : Feb 15, 2020, 10:48 AM IST

નવી દિલ્હીઃ ભગવાન રામ સાથે જોડાયેલા તીર્થસ્થાનોની યાત્રા કરાવનારી રેલવેની નવી રામાયણ એક્સપ્રેસના ડબ્બામાં ભજન ગૂંજશે, ટ્રેનના ડબ્બા બહારથી અને અંદરથી પણ રામાયણ આધારિત સજ્જ હશે. એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી.

આ પહેલા રેલવે વિભાગ ભગવાન રામના નામ પર વિશેષ ટ્રેન ચલાવતું હતું, જે તેના સંબંધિત સ્થાનો સુધી જતી હતી. ‘શ્રી રામાયણ એક્સપ્રેસ’ની સેવા 14 નવેમ્બરથી શરૂ થઇ હતી. જેમાં 800 મુસાફરો સફર કરી શકે છે.

માર્ચ મહિનાના અંત સુધીમાં દોડશે રામાયણ એક્સપ્રેસ

તેને ધ્યાનમાં લઇ રામાયણ સર્કિટના સ્થાનોમાં નંદીગ્રામ, સીતામઢી, જનકપુરી, વારાણસી, પ્રયાગ, શ્રંગવેરપુર, ચિત્રકુટ, નાસિક, હંપી, અયોધ્યા અને રામેશ્વરમાં સામેલ છે. નવી રામાયણ એક્સપ્રેસનો યાત્રા કાર્યક્રમ હજું જાહેર થયો નથી.

ABOUT THE AUTHOR

...view details