ગુજરાત

gujarat

ETV Bharat / business

લોકડાઉન દરમિયાન બુક થયેલી ટિકિટ કેન્સલ થતા રેલવેએ 1,885 કરોડ રૂપિયા કર્યા પરત - રેલવેએ મુસાફરોને ટિકિટના નાણા પરત કર્યા

રેલવેએ કોરોના વાઇરસના ચેપને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન તેની નિયમિત પેસેન્જર ટ્રેન સેવા રદ્દ કરી હતી.

લોકડાઉન દરમિયાન બુક ટિકિટ માટે મુસાફરોને રેલવેએ 1,885 કરોડ રૂપિયા પરત કર્યા
લોકડાઉન દરમિયાન બુક ટિકિટ માટે મુસાફરોને રેલવેએ 1,885 કરોડ રૂપિયા પરત કર્યા

By

Published : Jun 4, 2020, 10:05 PM IST

નવી દિલ્હી: રેલવેએ જણાવ્યું છે કે, લોકડાઉન સમયગાળા દરમિયાન બુક કરાયેલી ટિકિટ રદ્દ કરવાના કારણે 1885 કરોડ રુપિયા મુસાફરોને પરત કરવામાં આવ્યા છે.

રેલવેએ કહ્યું છે કે, "તમામ ટ્રેનો રદ્દ થવાને કારણે મુસાફરોને મોટા પ્રમાણમાં નાણા પરત કરવાના હતા". રેલવેએ વધુમાં કહ્યું છે કે, "રેલવે 21 માર્ચથી 31 મે સુધી ઓનલાઇન બુકિંગ ટિકિટની જગ્યાએ મુસાફરોને રદ્દ કરેલી ટિકિટ માટે 1885 કરોડ રુપિયા પરત કર્યા છે."

રેલવેના જણાવ્યા અનુસાર ટિકિટ ખરીદવામાં ખર્ચ કરવામાં આવેલી સમગ્ર રકમ પરત કરવામાં આવી છે. રેલવેએ કહ્યું છે કે, ટિકિટ બુક કરાવતી વખતે જે રકમની ચુકવણી કરવામાં આવી હતી તે જ રકમ ખાતામાં જમા કરાવામાં આવી છે. રેલવેના આ પગલાના કારણે પ્રવાસીઓને તેમની રકમ સમયસર મળી ગઇ છે.

ABOUT THE AUTHOR

...view details