- કોરોના મહામારીમાં પેટીએમ આવી દેશની મદદે
- 21,000 ઓક્સિજન કોન્ટ્રેટર્સ માટે ઓર્ડર આપ્યો
- લોકો પાસેથી 5 કરોડનું ભંડોળ ઉભુ કર્યું
દિલ્હી: ડિજિટલ પેમેન્ટ્સ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની પેટીએમ બુધવારે કહ્યું કે તેણે 21,000 ઓક્સિજન કોન્ટ્રેટર્સ માટે ઓર્ડર આપ્યો છે, જે દેશના મેના પ્રથમ સપ્તાહથી ઉપલબ્ધ કરાશે.પેટીએમના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું કે કંપનીએ લોકો પાસેથી પાંચ કરોડનું દાન મેળવ્યું છે, અને આ રકમમાં બીજા 5 કરોડ ઉમેરીને કુલ રૂપિયા 10 કરોડના ઓક્સિજન કન્સન્ટ્રેટર ખરીદવાના ઓર્ડર આપ્યા છે.
21,000 ઓક્સિજન કન્સન્ટ્રેટરની આયાત કરવામાં આવશે
ઓક્સિજન કન્સન્ટ્રેટર હવામાંથી ઓક્સિજન ફિલ્ટર કરે છે અને ઓછા ઓક્સિજનના સ્તરવાળા દર્દીઓને મદદ કરે છે. કંપનીના પ્રવક્તાએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું હતું કે, 'પેટીએમ ફાઉન્ડેશને તાત્કાલિક રાહત માટે 21,000 ઓક્સિજન કન્સન્ટ્રેટરની આયાત કરવાનો આદેશ આપ્યો છે. અમારા સ્થાપક વિજય શેખર શર્મા કોવિડ રાહત કામગીરી માટે તબીબી કુશળતાવાળી સમર્પિત ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. પ્રવક્તાએ જણાવ્યું કે આ ઉપકરણોને તાત્કાલિક સરકારી હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટરો, ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ અને નિવાસી કલ્યાણ સંઘમાં મોકલવામાં આવશે.
આ પણ વાંચો :વૃદ્ધ આર્ટિસ્ટે લોકડાઉનમાં બનાવી પેન્ટિંગ, એક્ઝિબિશન કરી આવક દેશ સેવા માટે CM રાહતફંડમાં આપશે