RBI દ્વારા બેન્કમાંથી નાણાં નહીં ઉપાડી શકાશે તેવા સમાચાર આવતાની સાથે જ બેન્કની બહાર લોકોની ભીડ જમા થઇ ગઇ હતી. RBIના આ નિર્ણય પછી બેન્ક ખાતા ધારકો ગભરાઇ ગયા હતા.
PMC બાદ RBI એ અન્ય એક બેન્ક પર લગાવ્યો પ્રતિબંધ, ફક્ત 35 હજાર રૂપિયા જ ઉપાડી શકાશે - શ્રી ગુરુ રાઘવેન્દ્ર સહકારી બેન્ક વિવાદ
બેંગલુરુ: પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્ક પર ઉપાડની મર્યાદા નક્કી કર્યા બાદ હવે ભારતીય રિઝર્વ બેન્કે કર્ણાટકના બેંગલુરૂમાં શ્રી ગુરુ રાઘવેન્દ્ર સહકારી બેન્કમાં નાણાં ઉપાડવાની મર્યાદા નક્કી કરી દીધી છે.
RBIએ નાણાંકીય ગેરરીતિઓ માટે બેંગ્લોરમાં શ્રી ગુરુ રાઘવેન્દ્ર સહકારી બેન્ક પર પ્રતિબંધ મૂક્યો છે અને હવે આ બેન્કના ગ્રાહકો ફક્ત 35000 રૂપિયા જ ઉપાડી શકશે. વળી, આ બેન્કને કોઈપણ પ્રકારની લોન પણ મળશે નહીં.
વળી, ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ લોકોને અપીલ કરતાં ટ્વીટ કર્યું હતું કે, હું શ્રી ગુરુ રાઘવેન્દ્ર સહકારી બેન્કમાં નાણાં જમા કરનારા તમામ લોકોને પરેશાન ન થાય તેવી અપીલ કરું છું. આ બાબત આદરણીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણની નજરમાં છે અને તે વ્યક્તિગત રૂપે તેને જોઇ રહ્યા.