કંપનીની યોજના આગામી ત્રણ વર્ષમાં હૈદરાબાદ સેન્ટરને તેનું સૌથી મોટું R&D સેન્ટર બનાવવાની છે. આ સેન્ટરમાં 1,500 લોકો કામ કરશે. હાલમાં તેમાં 200 થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
OnePlus ત્રણ વર્ષમાં હૈદરાબાદના R&D કેન્દ્રમાં 1 હજાર કરોડ રુપિયાનું કરશે રોકાણ - ચીનની કંપની વનપ્લસ ન્યુઝ
હૈદરાબાદ: સ્માર્ટફોન બનાવતી ચીનની કંપની વનપ્લસ આગામી ત્રણ વર્ષમાં તેના સંશોધન અને વિકાસ (R&D) કેન્દ્રમાં 1000 કરોડ રુપિયાનું રોકાણ કરશે. આ કેન્દ્રનું ઉદઘાટન સોમવારે હૈદરાબાદમાં કરવામાં આવ્યું હતું.
![OnePlus ત્રણ વર્ષમાં હૈદરાબાદના R&D કેન્દ્રમાં 1 હજાર કરોડ રુપિયાનું કરશે રોકાણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4255786-156-4255786-1566890545971.jpg)
કંપનીના સંસ્થાપક લાઉ એ જણાવ્યું હતું કે, "આગામી ત્રણ વર્ષમાં હૈદરાબાદ સેન્ટરને દુનિયાનું સૌથી મોટું R&D સેન્ટર બનાવવાની યોજના છે. અમે R&D પર ફરીથી ધ્યાન કેન્દ્રીત કરવા માંગીએ છીએ અને વૈશ્વિક ઉત્પાદનો માટે ભારતમાં નવીનતા વધારવાની યોજના બનાવી રહ્યા છે. અમે 5G અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (IOT) પર વિશેષ ધ્યાન આપીશું." તેમણે વધુમાં કહ્યું કે આ એકમ 5G સમાધાનો સહિત વૈશ્વિક જરૂરિયાતોને સર્મથન આપશે.
કંપની એ વધુમાં જણાવ્યું હતું કે, "વન પ્લસ R&D સેન્ટર પાસે ત્રણ લેબ્સ છે, જેમાં 1) કેમેરા લેબ, 2) કમ્યુનિકેશન અને નેટવર્કિંગ લેબ અને 3) ઑટોમેશન લેબ છે, જે કેમેરા વિકાસ, 5G પરીક્ષણ અને AI પર ધ્યાન આપશે."