ગુજરાત

gujarat

ETV Bharat / business

ઓલા ઈલેક્ટ્રિકે એટરગોનું કર્યું અધિગ્રહણ, આવતા વર્ષે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઓફર કરશે - ઓલા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર

ઓલા ઇલેક્ટ્રિકે ડીલની કિંમત અંગે કોઈ ખુલાસો કર્યો નથી, જોકે કંપનીએ કહ્યું હતું કે તેનું ઉદ્દેશ 2021 માં ભારતમાં તેનું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર રજૂ કરવાનું છે. એટર્ગોના સંપાદનથી OEM ની એન્જિનિયરિંગ અને ડિઝાઇન ક્ષમતામાં વધારો થશે.

ઓલા ઇલેક્ટ્રિક
ઓલા ઇલેક્ટ્રિક

By

Published : May 27, 2020, 5:12 PM IST

નવી દિલ્હી: ઓલા ઇલેક્ટ્રિક મોબિલીટી (OEM) એ બુધવારે કહ્યું કે તેણે એમ્સ્ટરડેમ સ્થિત એટરગો BV હસ્તગત કરી છે. આ પગલાથી ભારતીય કંપનીને વૈશ્વિક પ્રીમિયમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં પ્રવેશ કરવામાં મદદ મળશે.

ઓલા ઇલેક્ટ્રિકે ડીલની કિંમત અંગે કોઈ ખુલાસો કર્યો નથી, જોકે કંપનીએ કહ્યું હતું કે તેનું ઉદ્દેશ 2021 માં ભારતમાં તેનું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર રજૂ કરવાનું છે. એટર્ગોના સંપાદનથી OEM ની એન્જિનિયરિંગ અને ડિઝાઇન ક્ષમતામાં વધારો થશે.

એટરગોએ એક સંપૂર્ણ ઇલેક્ટ્રિક એપસ્કૂટર વિકસિત કર્યું છે, જેમાં સ્વેપેબલ ઉચ્ચઉર્જા ઘનતાવાળી બેટરીઓનો ઉપયોગ થાય છે અને 240 કિલોમીટર સુધીની ગતિ આપે છે.

OEMના સ્થાપક અને પ્રમુખ ભાવેશ અગ્રવાલે કહ્યું કે મોહિલીટીનું ભવિષ્ય ઇલેક્ટ્રિક છે, અને કોવિડ -19 ફાટી નીકળ્યા બાદ ઇલેક્ટ્રિક વાહનો માટેની વૈશ્વિક માંગ ઝડપથી વધશે.

ABOUT THE AUTHOR

...view details