નવી દિલ્હી: ભારતના સૌથી મોટા ધનાઢ્યના નાના ભાઇ અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી ઉપર એક પછી એક નવી મુશ્કેલી આવી રહી છે. ચીનની બેન્ક બાદ હવે ભારતની સરકારી માલિકીની બેન્ક SBI એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પાસેથી રૂપિયા 1200 કરોડની લોનની વસૂલાત માટે એનસીએલટીના દ્વારા ખટખટાવ્યા છે. SBIએ એનસીએલટી સમક્ષ માંગણી કરી છે કે, અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળની ટેલિકોમ કંપનીને આપેલી લોનની રિકવરીની ખાતરી આપવામાં આવે. આ લોન મેળવવા બદલ અનિલ અંબાણી તરફથી ગેરંટી આપવામાં આવી હતી. લોનના પર્સનલ ગેરંટર અનિલ અંબાણી વિરુદ્ધ નાદારીની કાર્યવાહી શરૂ કરવા માટે SBI પ્રોફેશનલની નિમણૂક કરવાની માંગણી કરી છે.
અનિલ અંબાણી સામે SBIની અરજી પર NCLTએ ચુકાદો અનામત રાખ્યો - અનિલ અંબાણી સામે SBIની અરજી
રાષ્ટ્રીય કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ મંગળવારે અનિલ અંબાણી સામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. SBIએ અનિલ અંબાણીને ઇન્સોલ્વન્સી કાયદાની પર્સનલ ગેરેંટી પ્રોવિઝન હેઠળ અનિલ અંબાણીની માલિકીની સંપત્તિની મૂલ્યાંકન માટે ઇન્સોલવન્સી બોર્ડને રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણૂક કરવા નિર્દેશ આપ્યાં હતાં. ઇનસોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ ની કલમ (97) (3) હેઠળ એસબીઆઈએ ટ્રિબ્યુનલને અપીલ કરી છે.
અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલને અપાયેલી લોન માટેની વ્યક્તિગત ગેરંટી આપી હતી. બંને પક્ષની સુનાવણી બાદ ન્યાયિક સભ્ય મોહમ્મદ અજમલ અને તકનીકી સભ્ય રવિકુમારની ખંડપીઠે આ હુકમ અનામત રાખ્યો હતો. અનિલ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ગ્રુપની મુખ્ય કંપની રિલાયન્સ કમ્યુનિકેશને 2019ની શરૂઆતમાં નાદારી માટે અરજી કરી હતી. રિલાયન્સ કમ્યુનિકેશન 2019એ પોતાને નાદારી જાહેર કરવા માટે અરજી કરી હતી.
એનસીએલટીની દિલ્હી ખંડપીઠની વેબસાઇટ પર અનિલ અંબાણી વિરદ્ધ SBI તરફથી દાખલ કરવામાં આવેલી અરજીનો ઉલ્લેખ કરાયો હતો. જેમાં આ કેસોની તાત્કાલિક ધોરણે સુનવણી હાથ ધરવાની વાત કરી હતી. એનસીએલટીના સેક્શન 95(1) હેઠલ આ કેસ દાખલ કરાયો હતો. જેમાં ધિરાણકર્તા બેન્ક દેવાદાર અને લોનના ગેરંટર વિરુદ્ધ નાદારીની કાર્યવાહી શરૂ કરવા માટે અરજી કરી શકે છે. SBI તફરથી કેસ એવા સમયે દાખલ કરાયો છે, જ્યારે અન્ય લેણદારો બેન્કોના સમૂહે રિલાયન્સ કોમ્યુનિકેશન્સની સંપત્તિઓ વેચવાની મંજૂરી આપી છે.