ગુજરાત

gujarat

ETV Bharat / business

રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનો પ્રથમ દિવસ, 10 લાખ કર્મચારીઓનું સમર્થન - bank strike india

કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા ખાનગીકરણના વિરોધમાં કર્મચારી સંગઠનોની દેશવ્યાપી હડતાલનો આજે પ્રથમ દિવસ છે. સોમવાર અને મંગળવારે દેશભરમાં બેંકિંગ સેવાઓ ઠપ્પ રહેશે. UFBUએ કહ્યું છે કે, હડતાલમાં 10 લાખ કર્મચારીઓનું સમર્થન છે.

રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનો પ્રથમ દિવસ
રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનો પ્રથમ દિવસ

By

Published : Mar 15, 2021, 9:30 AM IST

  • હડતાલના કારણે લેવડ-દેવડ, ચેક ક્લિયરન્સ જેવી સેવાઓ બંધ
  • UFBU 9 બેંકોના યુનિયનોનું સંયુક્ત સંગઠન છે
  • કેન્દ્રીય બજેટમાં 2 બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી

નવી દિલ્હી:રાષ્ટ્રવ્યાપી હડતાલનો આજે સોમવારે પ્રથમ દિવસ છે. હડતાલના કારણે લેવડ-દેવડ, ચેક ક્લિયરન્સ જેવી સેવાઓ બંધ રહેશે. યુનાઇટેડ ફોરમ ઑફ બેંકિંગ યુનિયન (UFBU) એ નિવેદન આપ્યું છે કે, બેંકોના લગભગ 10 લાખ કર્મચારીઓ હડતાલમાં ભાગ લેશે. UFBU 9 બેંકોના યુનિયનોનું સંયુક્ત સંગઠન છે.

રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનો પ્રથમ દિવસ

આ પણ વાંચો:સુરત હોસ્પિટલમાં પગારની માગને લઇને ચાલી રહેલી સફાઇ કર્મચારીઓની હડતાલ સમેટાઇ

સામાન્ય કામગીરી પ્રભાવિત થશે

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) સહિત અનેક સરકારી બેંકોએ તેમના ગ્રાહકોને માહિતી આપી છે કે જો, હડતાલ થાય તો શાખાઓ અને કચેરીઓમાં તેમની સામાન્ય કામગીરી પ્રભાવિત થઈ શકે છે. બેંકોએ એવી પણ માહિતી આપી હતી કે, બેંક શાખાઓ અને કચેરીઓ સારી કામગીરી માટે જરૂરી પગલાં લઈ રહ્યા છે.

આ પણ વાંચો:નડિયાદમાં બેન્ક કર્મચારીઓનું સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન

બેંકોના ખાનગીકરણની જાહેરાત

ગયા મહિને રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામના ભાગ રૂપે આગામી નાણાકીય વર્ષમાં સરકારી ક્ષેત્રની 2 બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. UFBUના સભ્ય બેંકોમાં ઓલ ઇન્ડિયા બેંક ઍમ્પ્લોઇઝ ઍસોસિએશન, ઑલ ઇન્ડિયા બેંક ઑફિસર કન્ફેડરેશન, નેશનલ કન્ફેડરેશન ઑફ બેંક ઍમ્પ્લોઇઝ, ઑલ ઇન્ડિયા બેંક ઑફિસર ઍસોસિએશન અને બેંક ઍમ્પ્લોઇઝ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયા વગેરેનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details