ગુજરાત

gujarat

ETV Bharat / business

ડિસેમ્બર સુધીમાં રિલાયન્સને સંપૂર્ણ દેવામાંથી મુક્ત કરવાનો મુકેશ અંબાણીનું લક્ષ્ય - રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

અંબાણી વધુ રોકાણકારોને ઉમેરીને કંપનીને સંપૂર્ણ દેવા મુક્ત બનાવવા માગે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અંબાણીએ ગયા વર્ષે ઑગસ્ટમાં માર્ચ 2021 સુધીમાં સંપૂર્ણ દેવામાંથી મુક્ત કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું.

ડિસેમ્બર
ડિસેમ્બર

By

Published : May 1, 2020, 9:06 PM IST

નવી દિલ્હી: અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સંપૂર્ણ દેવું મુક્ત બનાવવા માટેના પ્રયત્નો ઝડપી બનાવ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું 1.61 લાખ કરોડનું દેવું છે.

અંબાણી વધુ રોકાણકારોને ઉમેરીને કંપનીને સંપૂર્ણ દેવા મુક્ત બનાવવા માગે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અંબાણીએ ગયા વર્ષે ઑગસ્ટમાં માર્ચ 2021 સુધીમાં સંપૂર્ણ દેવામાંથી મુક્ત કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું.

તેમણે તાજેતરમાં ફેસબુક સાથે 5.7 અબજ ડોલર એટલે કે, 43,54747 કરોડના કરાર કર્યા છે. રિલાયન્સ જિઓમાં ફેસબુક 9.9 ટકા હિસ્સો હસ્તગત કરશે. આ સિવાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 53,125 કરોડના રાઇટ ઇશ્યૂની જાહેરાત કરી છે.

આ ઉપરાંત, કંપની તેના તેલ અને પેટ્રો કેમિકલ્સના વ્યવસાયમાં હિસ્સો સાઉદી અરામકોને વેચવા જઈ રહી છે. આવી સ્થિતિમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં લક્ષ્યાંક હાંસલ કરી શકે છે.

સાઉદી અરામકો સાથે તપાસની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. જોકે, તેમણે કહ્યું નથી કે આ સોદો ક્યારે પૂર્ણ થશે? રિલાયન્સે તેના તેલ-રસાયણોના ધંધાનું મૂલ્ય 75 અબજ ડૉલર આંક્યું છે.

ABOUT THE AUTHOR

...view details