ગુજરાત

gujarat

ETV Bharat / business

મોટોરોલા-વન મેક્રો સ્માર્ટફૉન 9,999 રુપિયામાં લૉન્ચ - વન મેક્રો સ્માર્ટફોન લોન્ચ

નવી દિલ્હી: મોબાઇલ ફોન ઉત્પાદક લેનોવોની માલિકીની મોટોરોલા કંપનીએ બુધવારે પોતાનો મોટોરોલા-વન મેક્રો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.

motorola

By

Published : Oct 10, 2019, 12:52 PM IST

આ મોબાઇલ મીડિયા ટેક હીલિયો પી -70 ઑક્ટા-કોર પ્રોસેસરથી સજ્જ છે. આ ફોનની કિંમત 9,999 રુપિયા છે. આ ફોનમાં 4000 mhની બેટરી છે તેમજ કંપનીનો દાવો છે કે આ બેટરી બે દિવસ સુધી ચાલી શકે છે. આ ઉપરાંત આ ફોનમાં 4GB રેમ અને 64 GB ઇન્ટરનેટ સ્ટોરેજ છે. ફોનમાં 6.2 ઇંચની મેક્સ વિઝન HD+ ડિસ્પ્લે છે.

આ સ્માર્ટફોનમાં U આકારની સ્ક્રીન નૉચ સ્ક્રીન છે, જે 19:9 રેશિયોમાં ઉત્તમ ડિસ્પ્લે આપશે. આ સાથે જ ફોનમાં રીયર કેમેરામાં ત્રણ લેન્સ છે અને 13 મેગાપિક્સલનો પ્રાયમરી સેન્સર, 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર અને 2 મેગાપિક્સલ મેક્રો લેન્સ છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ફોનને AI કેમેરા સિસ્ટમ ક્વાડ સેન્સર અને લેસર ઑટો ફોકસ ટેકનોલોજી સાથે રજૂ કરવામાં આવ્યો છે, જે ખૂબ ટૂંકા સમયમાં ફોકસ સાથે ફોટો લેવામાં મદદરૂપ થશે.

આ ડિવાઇસ હાયબ્રિડ સિમ-ટ્રે સાથે આવશે, જે ડ્યુઅલ સિમ અથવા માઇક્રો એસડી કાર્ડ સાથે સિમ રાખવાની સુવિધા પ્રદાન કરે છે.

ABOUT THE AUTHOR

...view details