નવી દિલ્હીઃ મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે સોમવારનો આર્થિક સુધારાની ધીમી ગતીના આધારે 2020 માટે ભારતનો ગ્રોથ રેટ 6.6 ટકાથી ઘટાડીનો 5.4 ટકા કર્યો છે. ગ્લોબલ માઈક્રો આઉટલુક પરના તેના અપડેટમાં મૂડિઝે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં ભારતનું અર્થતંત્ર ઝડપથી કથળ્યું છે, વર્તમાન ક્વાર્ટરમાં આર્થિક સુધારણા શરૂ થાય તેવી આશા રાખીએ છીએ.
મૂડીઝે ભારતનો ગ્રોથ રેટ ઘટાડી 2020માં 5.4 ટકાનું લગાવ્યું અનુમાન - મુડીજ ઈન્વેસ્ટર્સ સર્વિસ
ગ્લોબલ માઈક્રો આઉટલુકની અપડેટમાં મુડીઝે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા પછળના બે વર્ષમાં કથળી છે. ચાલુ વર્ષનો ત્રિમાસિકનો આર્થિક સુઘાર શરૂ થવાની સંભાવના છે.
મૂડીઝે જણાવ્યુ કે, અમે અગાઉની અપેક્ષા કરતા કોઈપણ પુનઃપ્રાપ્તિ ધીમી રહે તેવી આશા રાખીએ છીએ. આ આશા મુજબ અમે અમારા વૃદ્ધિના અંદાજોને અનુક્રમે અમારા અગાઉના અંદાજ કરતા 2020 માટે 5.4 ટકા અને 2021 માટે 5.8 ટકાનો છે. અમારા અગાઉનો અંદાજ મહતમ 6.6 ટકા અને ન્યુનતમ 6.7 ટકા છે. વિકાસનો અંદાજ કેલેન્ડર વર્ષ પર આધારીત છે. આ અંદાજ મુજબ ભારતનો 2019નો GDP વિકાસ દર 5 ટકા રહેશે.
નાણાકીય તબ્બકે એવું કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય બજેટ 2020એ માગમાં રહેલી તંગીને પહોંચી વળવા માટે નોંધપાત્ર ઉત્તેજના નહોતી. જેમ અન્ય દેશોમાં સમાન નીતિઓ બતાવે છે, જ્યા જોખમો વધારે હોય ત્યારે કરમાં કપાત, વધુ ગ્રાહક અને વ્યવસાયિક ખર્ચમાં પરિણમવાની સંભાવના નથી.