ગુજરાત

gujarat

ETV Bharat / business

મોબાઈલ પર ઈન્ટરનેટ અને સસ્તી વાતચીત બંધ, ભાવમાં થયો વધારો

નવી દિલ્હી: વોડાફોન, આઈડિયા, એરટેલ અને જિઓ ગ્રાહકોને તેમના ખિસ્સા પર ભારનો સામનો કરવો પડી રહ્યો છે. બન્ને જૂની ટેલિકોમ કંપની 3 ડિસેમ્બરથી પ્રિપેઇડ મોબાઇલ સેવાઓનાં દરોમાં 50 ટકાનો વધારો કરશે. રવિવારે આ જાહેરાત કરવામાં આવી હતી, જે લગભગ ચાર વર્ષમાં પહેલો વધારો છે.

Mobile Internet News
ઈન્ટરનેટ અને સસ્તી વાતચીત બંધ

By

Published : Dec 2, 2019, 2:42 PM IST

રિલાયન્સ જિઓએ 6 ડિસેમ્બરથી પોતાના દરોમાં 40 ટકાનો વધારો કર્યો છે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ ડિસેમ્બરની શરૂઆતમાં દરોમાં વધારાની જાહેરાત કરી ચૂકી છે. વોડાફોન-આઇડિયા અને એરટેલે રવિવારે અલગ-અલગ નિવેદનો જાહેર કરીને તેમની વિવિધ યોજનાઓના વધેલા દર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે જિઓએ આ અંગેની વિગતો હજુ સુધી આપી નથી.

વોડાફોન આઈડિયાએ ફક્ત અમર્યાદિત ડેટા અને કોલિંગ સુવિધા સાથેના પ્રિપેઇડ પ્લાનના દરોમાં વધારો કર્યો છે.

વોડા-આઇડિયાએ અન્ય નેટવર્ક્સ પર કોલ કરવા માટે પ્રતિ મિનિટ 6 પૈસા લેવાની પણ જાહેરાત કરી છે.

એરટેલે મર્યાદિત ડેટા અને કોલિંગની યોજનાઓ માટેના ખર્ચમાં પણ સુધારો કર્યો છે.

રિલાયન્સ જિઓએ એક નિવેદનમાં કહ્યું કે, તે તેનો ગ્રાહક પ્રથમ તે તેઓનો સિદ્ધાંતો છે. કંપનીએ દાવો કર્યો છે કે આને કારણે તે ફીમાં 40 ટકાનો વધારો કરશે અને 300 ટકા સુધીનો વધુ ફાયદો પણ આપશે. વોડાફોન આઈડિયા અને એરટેલે દરોમાં વધારાની ઘોષણા કર્યા પછી જિઓએ નિવેદન બહાર પાડ્યું હતું.

આ ત્રણ મોટા ખાનગી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરોએ એવા સમયે ફીમાં વધારો કર્યો છે. જ્યારે ટેલિકોમ ક્ષેત્ર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. મોબાઇલ કંપનીઓના સંગઠન સીઓએઆઈ અને બે મોટા ઉદ્યોગ બોર્ડ સીઆઈઆઈ અને એફઆઈસીસીઆઈએ સરકારને પત્ર લખીને આ ક્ષેત્રને આર્થિક સંકટમાંથી બચાવી શકાય.

વોડાફોન આઈડિયાની રજૂઆત અનુસાર, તેમાં વાર્ષિક મહત્તમ યોજનામાં 41.2 ટકાનો વધારો થયો છે. આ યોજનાનો દર 1,699 રૂપિયાથી વધીને 2,399 થયો છે.

કંપનીનો 199 રૂપિયાનો પ્લાન હવે 249 રૂપિયા થશે.

અન્ય નેટવર્ક્સ પર આઉટગોઇંગ કોલ કરવા માટે કંપનીએ પ્રતિ મિનિટ છ પૈસાનો દર પણ જાહેર કર્યો છે.

નોંધનીય છે કે, સુપ્રિમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) પર કેન્દ્રના નિવેદનોનો અધિકાર આપ્યો છે અને કંપનીઓને આદેશ આપ્યો છે કે, સરકારને જૂનો કાયદાકીય બાકી ચૂકવવાનો અંદાજ જે લગભગ 1.47 લાખ કરોડ છે.

24 ઓક્ટોબર 2019 ના રોજ કોર્ટે ટેલિકોમ આવકનો અંદાજ લગાવવાની સરકારની રીતને યોગ્ય ગણાવી હતી. આ અંતર્ગત, લાઇસેંસ ફી અને સ્પેક્ટ્રમ વપરાશ શુલ્કની ગણતરી કરવામાં આવે છે.

આ આદેશ હેઠળના પ્રારંભિક અંદાજ મુજબ, એરટેલ, વોડાફોન આઈડિયા અને અન્ય ટેલિકોમ ઓપરેટરોને ત્રણ મહિનાની અંદર સરકારને રૂપિયા 1.33 લાખ કરોડ ચૂકવવા પડશે. સરકારે સ્પેક્ટ્રમના હપ્તાઓની ચૂકવણી માટે કંપનીઓને રાહત આપીને બે વર્ષ (2020-21 અને 2021-22) આપ્યા છે.

ABOUT THE AUTHOR

...view details