ગુજરાત

gujarat

ETV Bharat / business

કોવિડ-19: મારુતિએ વાહનોની વોરંટી, સર્વિસ પીરિયડ 30 જૂન સુધી વધાર્યો - મારુતિ સુઝુકી ન્યુઝ

કોરોનાના પ્રકોપ વચ્ચે મારુતિ સુઝુકીએ નિર્ણય કર્યો છે કે, જે ગ્રાહકોના વાહનોમાં ફ્રી સર્વિસ, વોરંટી અને એક્સટેન્ડેટ વોરંટી 15 માર્ચ 2020થી 30 એપ્રિલ 2020 સુધીમાં સમાપ્ત થાય છે, તેની અવધિ 30 જૂન 2020 સુધી લંબાવી દેવામાં આવી છે.

mauti
maruti

By

Published : Mar 30, 2020, 11:04 PM IST

નવી દિલ્હી: દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકીએ લોકડાઉન અવધિ દરમિયાન ગ્રાહકોના વાહનોની વૉરંટી અને ફ્રી સર્વિસ વધારવાનો નિર્ણય લીધો છે. જે ગ્રાહકોના વાહનોમાં ફ્રી સર્વિસ, વોરંટી અને એક્સટેન્ડેટ વોરંટી 15 માર્ચ 2020 થી 30 એપ્રિલ, 2020 સુધીમાં સમાપ્ત થાય છે, તેની અવધિ 30 જૂન, 2020 સુધી લંબાવી દેવામાં આવી છે.

કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે દેશ ભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્માયુ છે, ત્યારે મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે લોકડાઉન દરમિયાન ગ્રાહકોને સુવિધા આપવા માટે ફ્રી સર્વિસ અને વોરંટી વધારવાના અનેક પગલાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત, કંપનીએ વિવિધ સંદેશાઓ દ્વારા પોતાના ગ્રાહકોને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો છે કે કેવી રીતે લોકડાઉન દરમિયાન બંધ રહેલા તેમના વાહનોની સ્થિતિમાં સુધારો લાવી શકાય.

ABOUT THE AUTHOR

...view details