ગુજરાત

gujarat

ETV Bharat / business

કોવિડ ઇફેક્ટ: વર્ષ 2003માં સાર્વજનિક થયા પછી પ્રથમ ક્વાર્ટરમાં મારુતિને થયું નુકસાન - કોવિડ દરમિયાન મારુતિના વેચાણમાં ઘટાડો

એમએસઆઈના વક્તવ્યમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2019-2020ના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીને 1,435.5 કરોડનો નફો થયો હતો.

મારુતિ
મારુતિ

By

Published : Jul 29, 2020, 7:34 PM IST

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઈ) એ બુધવારે કહ્યું કે, તેને ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટર (એપ્રિલ-જૂન)માં 249.4 કરોડ રૂપિયાનું ચોખ્ખું નુકસાન થયું છે.

આ સમય દરમિયાન 'લોકડાઉન' કે જે કારોના વાઇરસના રોગચાળાને રોકવા માટે લાગુ કરવામાં આવ્યું હતું, જેને કારણે તેના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

એમએસઆઈના વક્તવ્યમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2019-2020ના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીને 1,435.5 કરોડનો નફો થયો હતો.

કંપનીએ જણાવ્યું હતું કે, એપ્રિલથી જૂન 2020ના ત્રિમાસિક ગાળામાં તેનું કુલ વેચાણ રૂપિયા 3,677.5 કરોડ રહ્યું છે, જે એક વર્ષ અગાઉના ત્રિમાસિક ગાળામાં રૂપિયા 18,735.2 કરોડ હતું.

કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના આ પ્રથમ ક્વાર્ટરમાં કુલ 76,599 વાહનોનું વેચાણ કર્યું છે. તેમાંથી 67,027 વાહનો સ્થાનિક બજારમાં વેચાયા હતા. જ્યારે 9,572 કારની નિકાસ કરવામાં આવી હતી. તે જ સમયે, જો આપણે ગયા વર્ષે સમાન ક્વાર્ટરની વાત કરીએ, તો કંપનીએ કુલ 4,02,594 વાહનો વેચ્યા છે.

તેમણે કહ્યું કે, મે મહિનામાં ઉત્પાદન અને વેચાણ સાધારણ સ્તરે શરૂ થયું. કંપનીએ કહ્યું કે તેની પ્રથમ અગ્રતા તેના કર્મચારીઓ, તેના ગ્રાહકો અને તેના ભાગીદારોની આરોગ્યની સલામતી અને સુખાકારી છે.

ABOUT THE AUTHOR

...view details