નવી દિલ્હી: દેશના સૌથી મોટા ઑટો ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઈ) એ સોમવારે જણાવ્યું હતું કે, તેનું વેચાણ મે મહિનામાં 86.23 ટકા ઘટીને 18,539 યુનિટ પર પહોંચી ગયું છે. ગયા વર્ષે સમાન મહિનામાં કંપનીએ 1,34,641 વાહનોનું વેચાણ કર્યું હતું.
મારુતિના જણાવ્યા મુજબ તેનું સ્થાનિક વેચાણ મે મહિનામાં 88.93 ટકા ઘટીને 13,888 એકમ યુનિટ્સર પહોંચી ગયું છે જે ગયા વર્ષના સમાન મહિનામાં 1,25,552 એકમ હતું.
અગાઉના મહિનામાં કંપનીએ 4,651 વાહનોની નિકાસ કરી હતી, જે મે 2019 માં 9,089 એકમોની સરખામણીએ 48.82 ટકા ઓછી છે.