નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઈન્ડિયા (એમએસઆઈ) એ શનિવારે કહ્યું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વોરંટી અને સર્વિસ કરવાની સમયમર્યાદામાં એક મહિનાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
મારુતિ સુઝુકીએ વોરંટી, સર્વિસિંગનો સમય જૂનના અંત સુધી વધાર્યો - મારુતિ સુઝુકી સર્વિસિંગ
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે જૂન મહિનાના અંત સુધી ગ્રાહકોને મફત સર્વિસિંગ, વોરંટી અને વિસ્તારિત વોરંટી વધારી આપવાનું નક્કી કર્યું છે.
Maruti
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે જૂન મહિનાના અંત સુધી ગ્રાહકોને મફત સર્વિસિંગ, વોરંટી અને વિસ્તારિત વોરંટી વધારી આપવાનું નક્કી કર્યું છે. આ પહેલથી એવા ગ્રાહકોને ફાયદો થશે કે જે લોકડાઉનને કારણે સર્વિસ કરવાની સુવિધા મેળવી શક્યા નથી. આનાથી તે ગ્રાહકોને પણ ફાયદો થશે કે જેમના વાહનોની વરંટી લોકડાઉનના સમયગાળા દરમિયાન સમાપ્ત થઇ છે.