નવી દિલ્હી: પીવાના પાણી પુરૂ પાડતી મોટી કંપની બિસલેરીએ શુક્રવારે જણાવ્યું કે, તેણે કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન માંગમાં વધારો કરવા માટે મિનરલ વોટરની હોમ ડિલિવરી સેવા શરૂ કરવામાં આવી છે.
આ પહેલ દ્વારા શહેરોના ગ્રાહકો સીધા કંપનીની વેબસાઇટ પર અથવા ટોલ ફ્રી નંબર દ્વારા ઓર્ડર આપી શકે છે. આ ઓર્ડર કંપની તેના સપ્લાઈંગ નેટવર્ક દ્વારા 48 કલાકની ડિલવરી કરશે.
બિસલેરી ઈન્ટરનેશનલ પ્રા. લિ.ના ડિરેક્ટર માર્કેટિંગ અને બિઝનેસ ડેવલપમેન્ટ અંજના ઘોષે જણાવ્યું હતું કે, આવા સમયે મોટા ભાગના લોકો ઘરોમાં રહેતા હોવાથી આરોગ્ય અને સલામતી સૌથી વધુ મહત્ત્વની હોય છે. આપણે હાઈડ્રેટેડ રહીએ તે મહત્વનું છે. કોઈપણ રોગો સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ માટે તે અતિ આવશ્યક છે. સ્વચ્છતાના વ્યવહાર સાથે શુધ્ધ પાણીના વપરાશથી કોઈપણ આરોગ્ય મુશ્કેસી સામે લડવા માટે સજ્જ થઈ શકીશું. આ અભિગમ દ્વારા અમે બજારમાં ઉભી થઈ રહેલી માંગને સંતોષવા માટે જરૂરી પૂરવઠો નિયત સમયમાં પહોંચાડવા માંગીએ છીએ. આ જ સમયે ગ્રાહકો સલામત મિનરલ વોટરનો વધુ ઉપયોગ કરે તે જરૂરી છે.
આ પ્રત્યક્ષ-ગ્રાહક અભિગમ સાથે બિસલેરી તેના ગ્રાહકોને ખાતરી આપવા માંગે છે કે, શુદ્ધ અને સલામત મિનરલ વોટર તેમના ઘર સુધી અને જ્યારે જરૂરી હોય ત્યારે પહોંચાડવામાં આવશે. ગ્રાહકોને સુરક્ષિત રાખવાનો હેતુ પણ છે. ગ્રાહકોને સ્વસ્થ રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં હાઇડ્રેશન મુખ્ય ભૂમિકા નિભાવી શકે. પાણીમાં રહેલા ખનીજ અને ટ્રેસ એલિમેન્ટ્સ આરોગ્ય માટે જરૂરી છે. જે કોઈ નળનાં પાણીમાં અથવા આર.ઓ. અને યુવી પ્યુરિફાયર્સ જેવી સામાન્ય રીતે ઉપયોગમાં આવતી શુદ્ધિકરણ પદ્ધતિઓથી મળી નથી.