ગુજરાત

gujarat

ETV Bharat / business

લેમ્બોર્ગિનીએ ભારતમાં હ્યુરાકન ઈવીઓ રિયર-વ્હીલ ડ્રાઈવ સ્પાઈડર કરી લોન્ચ, કિંમત 3.54 કરોડ રૂપિયા - હ્યુરાકન ઈવીઓ રિયર-વ્હીલ ડ્રાઈવ સ્પાઈડર લોન્ચ

લેમ્બોર્ગિની ઈન્ડિયાએ ભારતમાં વધુ એક નવી કાર ઉતારી છે. આ વખતે લેમ્બોર્ગિનીએ ભારતમાં હ્યુરાકન ઈવીઓ રિયર-વ્હીલ ડ્રાઈવ સ્પાઈડર લોન્ચ કરી છે, જેની કિંમત 3.54 કરોડ રૂપિયા છે. લેમ્બોર્ગિની ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નવા મોડલમાં વી 10 એન્જિન છે, જે 610 એચપીની શક્તિ આપે છે. આ મોડલ શૂન્યથી 100 કિલોમીટરની ઝડપ 3.5 સેક્ન્ડમાં પકડી શકે છે. આની વધુમાં વધુ સ્પીડ 324 કિલોમીટર પ્રતિ કલાક છે.

લેમ્બોર્ગિનીએ ભારતમાં હ્યુરાકન ઈવીઓ રિયર-વ્હીલ ડ્રાઈવ સ્પાઈડર કરી લોન્ચ, કિંમત 3.54 કરોડ રૂપિયા
લેમ્બોર્ગિનીએ ભારતમાં હ્યુરાકન ઈવીઓ રિયર-વ્હીલ ડ્રાઈવ સ્પાઈડર કરી લોન્ચ, કિંમત 3.54 કરોડ રૂપિયા

By

Published : Jun 9, 2021, 9:07 AM IST

  • ભારતમાં લેમ્બોર્ગિનીએ નવું મોડલ લોન્ચ કર્યું
  • નવા મોડલમાં 10 એન્જિન રાખવામાં આવ્યા
  • કારની કિંમત 3.54 કરોડ રૂપિયા હશે

નવી દિલ્હીઃ ઈટલીની સુપર સ્પોર્ટ્સ કાર કંપની લેમ્બોર્ગિનીએ મંગળવારે ભારતીય બજારમાં હ્યુરાકન ઈવીઓ રિયલ વ્હીલ ડ્રાઈવ સ્પાઈડર લોન્ચ કરી છે. જોકે, આ કારની શોરૂમ કિંમત 3.54 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો-સેમસંગ ભારતમાં ગેલેક્સી એમ 21 પ્રાઈમ એડિશન લોન્ચ કરશે

નવું મોડેલ સ્પોર્ટ્સ કાર બજારમાં નવો જીવ ભરશે

લેમ્બોર્ગિનીના પ્રાદેશિક નિદેશક એશિયા-પ્રશાંત ફ્રાન્સિસ્કો સ્કારડાઓનીએ કહ્યું હતું કે, આ મોડલ ભારતના સુપર સ્પોર્ટ્સ કાર બજારમાં એક નવો જીવ ભરશે.

આ પણ વાંચો-વનપ્લસે સ્માર્ટ ટીવી વાઈ સિરીઝ 101ને લોન્ચ કર્યું, શરૂઆતી કિંમત 21,999 રૂપિયા હશે

ગ્રાહકોને વિશેષ અનુભવ આપવા રોકાણ કરીએ છીએઃ લેમ્બોર્ગિની ઈન્ડિયા

લેમ્બોર્ગિની ઈન્ડિયાના પ્રમુખ શરદ અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારત કંપની માટે રણનીતિ બજારોમાંથી છે. અમે પોતાના ગ્રાહકોને વિશેષ અનુભવ આપવા માટે અહીં સતત રોકાણ કરી રહ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details