Jio ફાયબર પર 1 Gbps ઇન્ટરનેટ સ્પીડ પ્લાન દર મહિને 8,499 રૂપિયાનો મળશે.
Jio ફાયબર લોન્ચ, 699 રુપિયામાં મળશે 100 Mbps સ્પીડ - બ્રોડબેન્ડ સેવા
નવી દિલ્હી: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ Jioએ ગુરુવારે તેની બ્રોડબેન્ડ સેવા Jio ફાયબર લોન્ચ કરી છે. કંપનીએ 699 રૂપિયાના માસિક ભાડા પર 100 Mbpsની ઇન્ટરનેટ સ્પીડ આપવાની જાહેરાત કરી છે.
![Jio ફાયબર લોન્ચ, 699 રુપિયામાં મળશે 100 Mbps સ્પીડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4353361-925-4353361-1567744953424.jpg)
jio
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, બ્રોડબેન્ડ સેવા હેઠળ, દેશભરમાં તેના ગ્રાહકો અનલિમિટેડ ઇન્ટરનેટ, ફ્રી વોઇસ કોલ્સની સાથે ટીવી વિડિઓ કોલિંગ અને કોન્ફ્રેસિંગની સુવિધા પણ મળશે.
કંપનીએ કહ્યું કે, જે વપરાશકર્તા વાર્ષિક સબસ્ક્રિપ્શન કરશે તેમને મફત સેટટોપ બોક્સ આપવામાં આવશે. Jio ફાયબરની ગોલ્ડ અને તેની ઉપરની યોજના સાથે ટીવી પણ આપવામાં આવશે. આ યોજનાઓ દર મહિને 1,299 રૂપિયાથી શરૂ થશે.