ટોક્યો: ચીનના સૌથી ધનિક વ્યક્તિ જેક માએ જાપાનની સોફ્ટબેંક ગ્રુપ કોર્પોરેશનના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. માનવામાં આવે છે કે, જાપાની ટેક્નોલોજી કંપનીમાં ઓફિસ ભાગીદારીમાં જોખમી રોકાણોને લઈને તેમણે રાજીનામું આપ્યું છે.
ટોક્યો સ્થિત સોફ્ટબેન્કે નાણાકીય પરિણામો જાહેર કરતાં પહેલાં સોમવારે જેક માનું રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. જોકે, કંપનીએ તેમના રાજીનામાના કારણો આપ્યા નથી.મા, ચાઇનાની અગ્રણી ઇ-કોમર્સ કંપની અલીબાબાના સહ-સ્થાપક છે.