નવી દિલ્હી: ફેસબુક દ્વારા રિલાયન્સ જિઓમાં ઇક્વિટી હિસ્સો ખરીદવાથી મેસેંજર પ્લેટફોર્મ ગ્રાહક અને કરિયાણાની દુકાન વચ્ચેના વ્યાપારી વ્યવહારોથી લાભ મેળવશે. આ સાથે ફેસબુકનું રોકાણ પણ રિલાયન્સની ડિજિટલ પહેલને મજબૂત બનાવશે.
ફેસબુક-જિઓ ભાગીદારીઃ ગ્રાહકો-દુકાનદારના વધુ વ્યવહારથી વોટ્સએપને થશે લાભ - જિયો અને ફેસબુક ભાગીદારી
ફેસબુક દ્વારા રિલાયન્સ જિઓમાં ઇક્વિટી હિસ્સો ખરીદવાથી મેસેંજર પ્લેટફોર્મ ગ્રાહક અને કરિયાણાની દુકાન વચ્ચેના વ્યાપારી વ્યવહારોથી લાભ મેળવશે. આ સાથે ફેસબુકનું રોકાણ પણ રિલાયન્સની ડિજિટલ પહેલને મજબૂત બનાવશે. આ પહેલથી વોટ્સએપને પણ ફાયદો થશે.
સુત્રો અનુસાર નવી વ્યવસાયિક પહેલ સાથેના વ્યવહારોમાં વોટ્સએપના લાભનો સમાવેશ થાય છે. આ ઘોષણામાં જિઓમાર્ટ (આરઆઈએલની નવી વાણીજ્યીક પહેલનું પ્લેટફોર્મ), રિલાયન્સ રિટેલ અને વોટ્સએપ વચ્ચે ભાગીદારી શરૂ કરવાનો સમાવેશ છે. હાલમાં ન્યુ કોમર્સ રિલાયન્સ રિટેલના દાયરામાં છે અને જિઓ પ્લેટફોર્મની બહાર છે. આ ભાગીદારીથી ગ્રાહક અને કરિયાણાની દુકાન વચ્ચેના નવા વ્યવસાયિક વ્યવહારો સાથે મેસેંજર પ્લેટફોર્મને લાભ થશે.
આ ડીલથી કંપનીને માર્ચ 2021 (આરઆઈએલ) સુધીમાં દેવું મુક્ત બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ થશે. મળતી માહિતી પ્રમાણે આરઆઈએલે તેના ડિજિટલ વ્યવસાયને સંપૂર્ણ સંકલિત પેટાકંપની જિઓ પ્લેટફોર્મ બનાવવા માટે પુનરચના કરી છે. આ પ્લેટફોર્મમાં તમામ પ્રકારના ડિજિટલ ઉત્પાદનો અને કંપનીના પહેલ જેવા કે મોબાઇલ, બ્રોડબેન્ડ, એપ્લિકેશન, ટેક ક્ષમતા (એઆઈ, મોટા ડેટા, આઇઓટી) અને રોકાણ (ડીઈએન, હેથવે)નો સમાવેશ કરવામાં આવ્યો છે.