ગુજરાત

gujarat

ETV Bharat / business

ઇન્ડિયન ઓઇલનો ચોખ્ખો નફો બીજા ક્વાર્ટરમાં 83 ટકા ઘટ્યો - ઇન્ડિયન ઓઇલનો ચોખ્ખો નફો

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલનો ચોખ્ખો નફો બીજા ક્વાર્ટરમાં 83 ટકા ઘટીને 564 કરોડ પર આવી ગયો છે. કંપનીના અધ્યક્ષ સંજીવસિંહે પત્રકારોને જણાવ્યું હતું વ્યવસાયમાં માર્જિનના ઘટાડા અને ભંડોળના નીચા મૂલ્યને કારણે નફો ઘટ્યો છે.

oil

By

Published : Nov 1, 2019, 11:50 AM IST

કંપનીનો ગયા નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 3,247 કરોડ રૂપિયા હતો.

તેમણે જણાવ્યું હતું કે કારોબારમાં ગયા નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીનો બેરલ દીઠ 6.79 નો ગાળો હતો, જે આ નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં બેરલ દીઠ 1.28 પર આવી ગયો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં, છેલ્લા નાણાકીય વર્ષમાં સ્ટોકમાં પડેલા સામાનના મૂલ્યાંકનથી 2,895 કરોડનો નફો થયો હતો, પરંતુ આ નાણાકીય વર્ષમાં 1,807 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

સિંહે કહ્યું કે આ સમયગાળા દરમિયાન વિનિમય દરમાં ફેરફારને કારણે પણ કંપનીને 1,135 કરોડનું નુકસાન થયું છે. આ સમયગાળા દરમિયાન, કંપનીની કુલ આવક 1.51 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 1.32 લાખ કરોડ રૂપિયા થઈ છે. સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં કંપનીએ 214 લાખ ટન પેટ્રોલિયમ ઉત્પાદનોનું વેચાણ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details