બેન્કએ 10 જાન્યુઆરીએ નાણાં રિકવરીનો કેસ દાખલ કર્યો હતો અને બેન્કની સામે ચંદા કોચરે કરેલી અરજી રદ્દ કરવાની અપીલ કરતા કહ્યું હતું કે, આ મુદ્દે વ્યવસાયિક દાવા હેઠળ સમાધાન થઈ શકે છે.
ચંદા કોચર પાસેથી નાણાં વસૂલ કરવા બોમ્બે હાઇકોર્ટ ICICI બેન્ક પહોંચી - ICICI બેન્ક ન્યુઝ
મુંબઇ: ICICI બેન્કે ચંદા કોચરની બેન્કના CEO અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેની નિમણૂક રદ કરવા અને તેમની પાસેથી અનેક પ્રકારના નાણાંની વસૂલાત માટે બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે.
icici
બેન્કે તેના એફિડેવિટમાં જણાવ્યું છે કે, "ICICI બેન્કે એક કેસ દાખલ કર્યો છે. જેમાં ચંદા કોચર પાસેથી એપ્રિલ 2006થી માર્ચ 2018 સુધી આપવામાં આવેલા બોનસને પાછું મેળવવા માટે માંગ કરી છે."
આ સોગંદનામું (એફિડેવિટ) કોચરની અરજીના જવાબમાં દાખલ કરવામાં આવ્યું છે, જેમાં તેમણે તેમના પદ પરથી બરતરફ કરવાને પડકાર્યું છે. ચંદા કોચરનું કહેવું છે કે, તેણે સ્વેચ્છાએ બેન્કને છોડી દીધી હતી અને ત્યારબાદ તેને પદ પરથી બરતરફ કરવામાં આવ્યાં હતાં.