નવી દિલ્હી: હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડે શુક્રવારે જણાવ્યું હતું કે તેણે વાહનો માટે લોન આપવા માટે એચડીએફસી બેંક સાથે જોડાણ કર્યું છે. જેના માધ્યમથી કંપનીના ઑનલાઇન પ્લેટફોર્મ 'ક્લીક ટૂ બાય' પરથી વાહનો ખરીદનારા ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ લોન લેવામાં સહાય કરવામાં આવશે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગ્રાહકોને આ લોન માટે એચડીએફસી બેન્કની શાખામાં જવાની જરૂર નહીં પડે. તેઓ ફક્ત 'ક્લિક ટૂ બાય' પ્લેટફોર્મ પરથી લોન મેળવી શકશે.