ગુજરાત

gujarat

ETV Bharat / business

હ્યુન્ડાઈની 'ઔરા' લોન્ચ, કિંમત 5.79 લાખથી શરુ - hyundai latest news

નવી દિલ્હી: હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ મંગળવારે પોતાની કોમ્પેક્ટ સિડેન કાર 'ઔરા' લોન્ચ કરી છે. દિલ્હીમાં આ કારની શો રૂમ કિંમત 5.79 લાખ રૂપિયાથી લઇને 9.22 લાખ રૂપિયાની વચ્ચે છે. કંપનીની યોજના આ કારને કોમ્પેક્ટ સિડેનની શ્રેણીમાં પોતાની સ્થિતિને મજબૂત કરવાની છે.

hyundai
હ્યુન્ડાઈ

By

Published : Jan 21, 2020, 7:21 PM IST

વર્તમાનમાં આ શ્રેણીમાં મારૂતિ ડિઝાયર અને હોન્ડા અમેઝનો દબદબો છે. આ કારમાં BS 6 માનક વાળા 1.2 ડીઝલ, એક લીટર ટર્બો પેટ્રોલ અને 1.2 લીટર એન્જિનનો વિકલ્પ ઉપલ્બધ છે.

ઔરાના 1.2 લીટર પેટ્રોલ કારની કિંમત 5.79 લાખ થી 8.04 લાખ રૂપિયાની વચ્ચે છે. જ્યારે 1.2 લીટર ડીઝલના મોડલ કિંમત 7.73 લાખ થી 9.22 લાખ રૂપિયા છે. એક લીટર ટર્બો પેટ્રોલના મોડલની કિંમત 8.54 લાખ રૂપિયા છે.

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી એસ.એસ. કિમે જણાવ્યું કે, આ મોડલ કોમ્પેક્ટ સિડેન શ્રેમીમાં અમારા પ્રદર્શનને સુધારવામાં મદદ કરશે. જેની પર ડિઝાયર અને અમેઝના લાંબા સમયથી દબદબો છે.

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી એસ.એસ. કિમે કહ્યું કે, આ શ્રેણીમાં કંપનીએ ઉત્પાદન એકસેંટે સારુ પ્રદર્શન ન હતું કર્યું. નવા મોડલ પ્રદર્શનને સારુ પ્રદર્શન કરવાની તક મળશે.

ABOUT THE AUTHOR

...view details