નવી દિલ્હી: HDB ફાઇનાન્સિયલ સર્વિસે લોકડાઉન દરમિયાન લગભગ 150 કર્મચારીઓને છૂટા કર્યા છે. આ HDB જૂથની નોન-બેંકિંગ નાણાકીય એન્ટ્રીઝ છે. જો કે, HDBની પેરેન્ટ કંપની HDB બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, હાલની આર્થિક પરિસ્થિતિઓ સાથે આ છટણીનું કોઈ લેવાદેવા નથી.
કંપનીએ દાવો કર્યો કે, આ કર્મચારીઓની કામગીરીના આધારે છટણી કરવામાં આવી છે. જે કુલ કર્મચારીઓ કરતા બહુ ઓછી સંખ્યા છે. નોકરીમાંથી કાંઢી મૂકાયેલા કેટલાક કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર વિરોધ કરતા કંપની વિશે લખ્યું છે. કર્મચારીઓને આરોપ છે કે, કંપનીએ તેમને તાત્કાલિક રાજીનામું આપવાનું કહ્યું છે, આમ નોકરીમાંથી કાંઢી મૂકાયા છે. આ માટે કંપનીના એચઆર અને વરિષ્ઠ મેનેજરનો કોલ પણ આવ્યો છે.
એક સામાચાર એજન્સીએ કેટલાક કર્મચારીઓ સાથે વાત કરી હતી. જેમાં કર્મચારીઓએ કહ્યું કે, કોઈ પણ પૂર્વ સૂચના વિના તેમને બહાર કાંઢી નાખવા એ અનૈતિક છે અને એ પણ એવા સમયે જ્યારે નવી નોકરી શોધવી લગભગ અશક્ય છે. જ્યારે આ વિશે HDB બેંકનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કંપનીએ કહ્યું કે, નારાજ કર્મચારીઓનું જૂથ આ બધી બાબતો ટ્વિટર પર લખી રહ્યું છે. આ અભિનયના આધારે તેમને બરતરફ કરવામાં આવ્યા છે. નોકરી અંગે પૂરતો સમય અને પહેલા માહિતી આપવામાં આવી હતી.
બેન્કે એક નિવેદનમાં કહ્યું કે,"કેટલાક નારાજ કર્મચારીઓ હાલની પરિસ્થિતિનો લાભ લેવા પ્રયાસ કરી રહ્યાં છે. આ સંખ્યા કંપનીના એક લાખ કર્મચારીઓ કરતા ઘણી ઓછી સંખ્યા છે. હાલના લોકડાઉન અને ઉભી થયેલી આર્થિક સ્થિતિ સાથે આ છટણીનો કોઈ સંબંધ નથી." મહત્વનું છે કે, બેંકે કહ્યું કે, 31 માર્ચ, 2019 સુધીમાં HDB ફાઇનાન્સિયલના કર્મચારીઓની સંખ્યામાં 15,794નો વધારો થયો છે. તે 93,373થી વધીને 1,09,167 પર પહોંચી ગઈ છે.