નવી દિલ્હી: ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયે નિયમોનું પાલન કરવામાં રાહત આપતા કંપનીઓને 30 જૂન સુધી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક યોજવાની મંજૂરી આપી છે. સાથે જ દેશમાં વધી રહેલા કોરોના વાઈરસના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખીને સરકારે કંપનીઓને 'વર્ક ફ્રોમ હોમ' નીતિ લાગુ કરવાની સલાહ આપી છે.
સરકારે કંપનીઓને 'વર્ક ફ્રોમ હોમ' નીતિ લાગુ કરવાની સલાહ આપી - કંપનીઓએ 30 જૂન સુધી વીડિયો કોન્ફ્રેસિંગ
ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયે નિયમોનું પાલન કરવામાં રાહત આપતા કંપનીઓને 30 જૂન સુધી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક યોજવાની મંજૂરી આપી છે. સાથે જ દેશમાં વધી રહેલા કોરોના વાઈરસના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખીને સરકારે કંપનીઓને 'વર્ક ફ્રોમ હોમ' નીતિ લાગુ કરવાની સલાહ આપી છે.
સરકારે કંપનીઓને 'વર્ક ફ્રોમ હોમ' નીતિ લાગુ કરવાની સલાહ આપી
ભારત સરકારે કંપનીઓને સલાહ આપી છે કે તેઓ કોરોનાવાયરસના ચેપને રોકવા માટે તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપે.
કોર્પોરેટ બાબતોના પ્રધાન ઇંજેતી શ્રીનિવાસે જણાવ્યું હતું કે, મંત્રાલય કંપની કાયદા હેઠળ આપવામાં આવતી મુક્તિઓનું મૂલ્યાંકન કરી રહ્યું છે, જેને રોગચાળાની સ્થિતિમાં લાગુ કરી શકાય છે. સરકારે કંપનીઓ અને એલએલપી માટે ડિજિટલ ફોર્મ પણ તૈયાર કર્યું છે, જેના દ્વારા કોરોના વાઈરસ સંકટ સામે લડવાની તૈયારી વિશે માહિતી આપી શકાય છે.