સન ફ્રાન્સિસ્કો: ગૂગલે તેના કર્મચારીઓને ક્રમિક, તબક્કાવાર રીતે ઑફિસ પર પાછા ફરવા માટે 6 જુલાઈ નક્કી કરી છે. કંપનીએ વૈશ્વિક સ્તરે તેના દરેક કામદારોને જરૂરી ઉપકરણો અને ઑફિસ ફર્નિચર પર ખર્ચ કરવા માટે એક હજાર ડૉલર (લગભગ 75 હજાર રૂપિયા) આપવાની પણ જાહેરાત કરી છે. હાલમાં તમામ કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે.
આલ્ફાબેટ અને ગુગલના સીઈઓ સુંદર પિચાઇએ જણાવ્યું હતું કે કંપની 6 જુલાઇથી અન્ય શહેરોની પણ ઑફિસો ખોલશે. પિચાઇએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, " સંજોગો પ્રમાણે રોટેશન પ્રોગ્રામને વધુ સ્કેલ કરીને ગૂગલ સપ્ટેમ્બર સુધીમાં 30 ટકા કાર્યની ક્ષમતા પ્રાપ્ત કરશે.