ગુજરાત

gujarat

ETV Bharat / business

ગુગલે ભારતમાં પ્રતિબંધિત એપ્લિકેશન્સને અસ્થાયીરૂપથી કરી બ્લોક - ગૂગલએ ભારતમાં પ્રતિબંધિત એપને બ્લોક

ગુગલના પ્રવક્તાએ કહ્યું, "અમે ભારત સરકારના વચગાળાના ઓર્ડરની સમીક્ષા કરી રહ્યા છીએ, તે દરમિયાન અમે પ્રભાવિત ડેવલપર્સને સૂચિત કર્યું છે અને આ એપ્લિકેશનને અસ્થાયી રૂપથી બંધ કરી દીધી છે, જે હજી પણ ભારતમાં પ્લે સ્ટોર ઉપલબ્ધ છે. "

ગુગલ
ગુગલ

By

Published : Jul 2, 2020, 3:26 PM IST

નવી દિલ્હી: સરકારે આ અઠવાડિયે 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ગુગલે ગુરુવારે કહ્યું કે તેણે આ એપ્સને અસ્થાયીરૂપથી બ્લોક કરી છે અને તે હજી પણ ભારતમાં પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.

ગુગલના પ્રવક્તાએ કહ્યું, "અમે ભારત સરકારના વચગાળાના ઓર્ડરની સમીક્ષા કરી રહ્યા છીએ, તે દરમિયાન અમે પ્રભાવિત ડેવલપર્સને સૂચિત કર્યું છે અને આ એપ્લિકેશનને અસ્થાયી રૂપથી બંધ કરી દીધી છે, જે હજી પણ ભારતમાં પ્લે સ્ટોર ઉપલબ્ધ છે. "

જો કે, પ્રવક્તાએ એ એપ્લિકેશનોની વિગતો આપી નથી જેને ગૂગલે બ્લોક કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જે 59 એપ પર પ્રતિબંધ મૂકાવામાં આવ્યો છે, તેમાંના ઘણા ડેવલપર્સએ સ્વેચ્છાએ તેમની એપ્લિકેશનો ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરી દીધી હતી.

સોમવારે ભારતે ચીનથી સંબંધિત 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં ટિકટૉક, યુસી બ્રાઉઝર, શેરઇટ અને વીચેટ જેવી એપ્લિકેશનનો સમાવેશ થાય છે અને કહ્યું હતું કે, આ એપ્સ દેશની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા માટે પૂર્વાગ્રહયુક્ત છે.

ABOUT THE AUTHOR

...view details