ગુજરાત

gujarat

ETV Bharat / business

ફ્રેન્ચ કાર કંપની 'રેનો' વૈશ્વિક સ્તરે 15,000 નોકરીઓ ઘટાડશે - રેનો કંપની નોકરીઓ ઘટાડશે

કંપનીએ કહ્યું કે ઓટોમોબાઈલ ઉદ્યોગ કટોકટીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જેના કારણે ફ્રાન્સમાં 4,600 અને અન્ય દેશોમાં 10,000 થી વધુ નોકરીઓનો ઘટાડો કરવામાં આવશે.

રેનો
રેનો

By

Published : May 29, 2020, 8:32 PM IST

પેરિસ: ફ્રાન્સની કાર કંપની રેનોએ વૈશ્વિક સ્તરે 15,000 નોકરીઓ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. કંપનીએ આગામી ત્રણ વર્ષમાં ખર્ચમાં 2 અબજ યુરોનો ઘટાડો કરવાની યોજના બનાવી છે, આ પગલું તેનો એક ભાગ છે.

રેનોઓ કહ્યું ફ્રાન્સમાં 4,600 અને અન્ય દેશોમાં 10,000 થી વધુ નોકરીઓનો ઘટાડો કરવામાં આવશે.

કંપનીએ જણાવ્યું હતું કે સમૂહની ઉત્પાદન ક્ષમતા 2019 માં 40 લાખ વાહનોથી સુધારીને 2024 સુધીમાં 33 લાખ કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે સમૂહની ઉત્પાદન ક્ષમતા 2019 માં 40 લાખ વાહનોથી 2024 સુધીમાં 33 લાખ થઈ જશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ઓટોમોબાઈલ ઉદ્યોગ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. પર્યાવરણીય સંરક્ષણની દ્રષ્ટિએ પરિવર્તનની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને કંપની તેની સામે પગલાં લઈ રહી છે."

કંપનીના નિયામક મંડળના અધ્યક્ષ જીએન ડોમનિક સેનાર્ડે જણાવ્યું હતું કે, જે પરિવર્તનો થઈ રહ્યા છે તે મૂળભૂત છે. તેનો હેતુ કંપનીને બજારમાં રાખવો અને તેની લાંબા ગાળાની વૃદ્ધિને સુનિશ્ચિત કરવી છે.

સમૂહ પાસે હાલ 1,80,000 કર્મચારીઓ છે. મોરક્કો અને રોમાનિયામાં પણ કંપનીએ ક્ષમતા વધારવાની યોજના મુલતવી રાખી છે.

ABOUT THE AUTHOR

...view details