કંપનીએ કહ્યું કે આ સુવિધાથી ઇ-કોમર્સનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓની સંખ્યામાં 20 કરોડનો વધારો થવાની સંભાવના છે.
એમેઝોન બાદ હેવે ફ્લિપકાર્ટ પણ હિન્દીમાં કરાવશે ઑનલાઇ શોપિંગ - હિન્દીમાં ફ્લિપકાર્ટ એપ્લિકેશન
નવી દિલ્હી: ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટે ભારતીય ગ્રાહકો માટે નવી સેવા શરૂ કરી છે, જેની મદદથી હવે વપરાશકર્તાઓ હિન્દીમાં ફ્લિપકાર્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે. ભારતીય બજારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, કંપનીએ હિન્દી સપોર્ટ લૉન્ચ કર્યો છે.
ફ્લિપકાર્ટના કન્ઝ્યુમર એક્સપિરીયન્સ અને પ્લેટફોર્મના સિનીયર પ્રસિડેન્ટ જયનંદન વેણુગોપાલે જણાવ્યું હતું કે આ સુવિધા હિન્દી ભાષામાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓ માટે એક અદ્ભુત અનુભવ આપશે. કંપનીએ કહ્યું છે કે, તેમણે ખૂબ જ સંશોધન કર્યા પછી આ હિન્દી ઇંટરફેસને લોન્ચ કર્યું છે.
ફ્લિપકાર્ટ ગ્રૂપના ceo કલ્યાણ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે સ્થાનિક કંપની હોવાથી ફ્લિપકાર્ટ ભારતીય બજારને જીણવટપૂર્વક સમજે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "અમારું માનવું છે કે આ હિન્દી ભાષાની ક્ષમતા દેશમાં ઇ-કોમર્સને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે."