મુંબઇ: વિશ્વની સૌથી મોટી સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે જિઓ પ્લેટફોર્મ પર મોટા રોકાણની ઘોષણા કરી છે. કંપનીએ જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, ફેસબુક જિયો પ્લેટફોર્મ પર 9.99 ટકા હિસ્સો માટે, 43,574 કરોડનું રોકાણ કરશે.
મોટી ડીલઃ ફેસબુકે રિલાયન્સ જિયોમાં 9.9% હિસ્સો ખરીદ્યો - રિલાયન્સ જિઓ ન્યૂઝ
ફેસબુક બુધવારે સવારે રિલાયન્સ જિઓએ મોટા રોકાણની જાહેરાત કરી છે. ફેસબુકે જણાવ્યું હતું કે, તે જિઓમાં 5.7 અબજ ડોલર (43, 574 કરોડ) નું રોકાણ કરવા જઈ રહ્યું છે.
Facebook
આ ડીલ બાદ ફેસબુક હવે જિઓનો સૌથી મોટો શેરહોલ્ડર બની ગયો છે. ફેસબુકના આ રોકાણ બાદ જિઓની એન્ટરપ્રાઇઝ વેલ્યુ વધીને 4.62 લાખ કરોડ થઈ છે.
ફેસબુકે કહ્યું, "આ રોકાણ ભારત પ્રત્યેની અમારી કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. જિઓએ ભારતમાં જે મોટા ફેરફારો કર્યા છે તેનાથી અમે પણ ઉત્સાહિત છીએ. ચાર વર્ષથી ઓછા સમયમાં, રિલાયન્સ જિઓ 388 મિલિયન (લગભગ 38 કરોડ)થી વધુ લોકોને ઓનલાઇન પ્લેટફોર્મ આપ્યું છે. તેથી જ અમે જિઓ દ્વારા ભારતમાં વધુ લોકો સાથે જોડાવા માટે પ્રતિબદ્ધ છીએ. "
Last Updated : Apr 22, 2020, 10:12 AM IST