બેંગલુરુ : કોરોના વાઇરસની માહામારીને રોકવા માટે લૉકડાઉન છે. જેના પગલે ITC ફુડ્સની ભાગીદારીથી ઘરે ઘરે જરૂરી વસ્તુઓ પહોંચાડવા માટે ડોમિનોઝ એસેન્શિયલ્સની શરુ કરવામાં આવ્યું છે.
એક સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે Domino'sના ડિલિવરી દ્વારા ગ્રાહકોને જરૂરી દૈનિક કરિયાણાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.
Domino's એપ પર મરચાં, ધાણા, હળદર પાઉડર જેવા મસાલા અને આશીર્વાદના લોટના કૉમ્બો પેક મળશે. આ એપ આજથી શરૂ થઈ છે. આ સેવા ગ્રાહકો માટે પહેલા બેંગ્લોર અને ત્યારબાદ નોઈડા, મુંબઇ, કોલકાતા, ચેન્નાઈ અને હૈદરાબાદમાં ઉપ્લબ્ધ થશે.
આ સેવા મેળવવા માટે, ગ્રાહકોએ Domino's એપ્લિકેશનની લેટેસ્ટ એપ વાપરવી પડશે અને Domino's આવશ્યક પર ક્લિક કરવું પડશે.