મુંબઈઃ કોરોના વાઇરસ મહામારીના કારણે વિવિધ મુસાફરી પ્રતિબંધોથી ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં આંતર રાજ્ય મુસાફરોની સંખ્યા ઘટીને 8થી 9 કરોડ રહેવાની સંભાવના છે. ઉડ્ડયન કન્સલ્ટિંગ કંપની સીએપીએ ઈન્ડિયાએ સોમવારે જાહેર કરેલા રિપોર્ટ મુજબ, ભારતીય કંપનીઓએ ઓર્ડર આપેલા વિમાન પણ 2 વર્ષ સુધી નહીં મળી શકે.
કંપનીએ કોવિડ-19 અને ભારતીય વિમાન ઉદ્યોગની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના રિપોર્ટમાં નાણાકીય વર્ષ 2020-21માં આંતર રાજ્ય મુસાફરોની સંખ્યા ઘટીને 8થી 9 કરોડ રહેવાનું અનુમાન દર્શાવ્યું છે. પહેલાં આ અનુમાન 14 કરોડ મુસાફરોનું હતું.
રિપોર્ટ અનુસાર દેશની બહાર મુસાફરી કરનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા પણ ઘટીને 3.5થી 4 કરોડ રહેવાનું અનુમાન છે. જે ગત નાણાકીય વર્ષમાં 7 કરોડ હતું.