ગુજરાત

gujarat

ETV Bharat / business

રતન ટાટાને આશા છે કે, ઉદ્યોગ સાહસિકો ભવિષ્ય માટે નવા મોડેલ બનાવશે - રતન ટાટા

ટાટાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટમાં આશા વ્યક્ત કરી છે કે, માહામારી પછી, ઉદ્યમીઓને સંચાલન માટે વધુ સારી રીતો મળશે. કોરોના વાઇરસ રોગચાળાને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ ભારે વિક્ષેપિત થઈ છે.

રતન ટાટા
ીોૂોલ ૂોૂો

By

Published : May 11, 2020, 9:33 PM IST

નવી દિલ્હી: વરિષ્ઠ ઉદ્યોગપતિ રતન ટાટાએ સોમવારે કહ્યું હતું કે, કોરોના વાઇરસ રોગચાળાને કારણે ઉદ્યમીઓએ પોતાના ઉદ્યોગને સક્ષમ બનાવવા માટે નવી રીત અપનાવી પડશે. ટાટા સન્સના અધ્યક્ષે કહ્યું કે, હાલમાં પડકારો અને મુશ્કેલીઓ ખૂબ જ છે, જેને નકારી શકાય નહીં.

તેમણે કહ્યું હતું કે, "હવે આ કોરા કાગળ પર નવું ટેક્સ્ટ લખવા જેવું થઈ શકે છે, જે કામ કરવાની એવી રીતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેનો પહેલાં ક્યારેય વિચાર કર્યો ન હતો."

ઉદ્યોગ સાહસિકો આવતીકાલ માટે નવા મોડેલો બનાવશે: રતન ટાટા

ટાટાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટમાં આશા વ્યક્ત કરી છે કે, માહામારી પછી ઉદ્યમીઓને સંચાલન માટે વધુ સારી રીતો મળશે. કોરોના વાઇરસ રોગચાળાને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ ભારે વિક્ષેપિત થઈ છે.

ABOUT THE AUTHOR

...view details