નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે 7.75 ટકા બચત બોન્ડ યોજના પરત લેવાના સરકારના નિર્ણયની ટીકા કરતા કહ્યું કે, તે દેશના નાગરિકો માટે આંચકો છે અને તેથી લોકોએ તેને તાત્કાલિક પુન: સ્થાપિત કરવાની માંગ કરવી જોઇએ.
પૂર્વ નાણા પ્રધાને ટ્વીટ કર્યું કે, "સરકારે વરિષ્ઠ નાગરિકોને વધુ એક આંચકો આપ્યો છે. તેણે આરબીઆઈની 7.75 ટકા બચત RBI બોન્ડ યોજના પાછી ખેંચી લીધી છે."તેમણે કહ્યું કે,સરકરે જાન્યુઆરી 2018માં પણ કહ્યું હતું, મેં આનો વિરોધ પણ કર્યો હતો.આગલા દિવસે સરકારો બોન્ડને ફરી શરૂ કર્યું હતું,પરતું વ્યાજ દરને 8 ટકાથી 7.75 ટકા કરી દીધું હતું.ચિદમ્બરમે કહ્યું કે,ટેક્સ પછી, ફક્ત 4.4 ટકાનો નફો થશે.હવે તે પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. કેમ? હું આ નિર્ણયની નિંદા કરું છું."