મુંબઇ: દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસ વચ્ચે સોમવારે આરપીજી ગ્રુપની કંપની CEAT Tyresએ તેનો S95 માસ્ક 'ગોસેફ' લોન્ચ કર્યો છે. આ ઉપરાંત કંપનીએ જણાવ્યું હતું કે, તે પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (PPE) કીટ પણ ટૂંક સમયમાં માર્કેટમાં લોન્ચ કરશે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, આ 6 સ્તરનું માસ્ક છે. જેને ધોઈને ફરી ઉપયોગમાં લઇ શકાય છે. આ માસ્ક દેશભરના વિવિધ દુકાન, સ્ટોર્સ તેમજ ઇ-કોમર્સ વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને એક માસ્કની કિંમત 249 રૂપિયા છે.