નવી દિલ્હી: ટેલિકોમ કંપની ભારતી એરટેલે નાણાકીય વર્ષ 2019-20ના માર્ચ ક્વાર્ટરમાં 5,237 કરોડ રૂપિયાનું નુકસાન દર્શાવ્યું છે. કંપનીએ સોમવારે કહ્યું હતું કે, આ ખોટ જૂની કાનુની બાકી રકમ પર ખર્ચની જોગવાઈને કારણે થઈ છે.
નાણાકીય વર્ષ 2018-19ના આ ક્વાર્ટરમાં તેણે 107.2 કરોડનો શુદ્ધ નફો થયો હતો. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કંપનીની એકીકૃત આવક લગભગ પંદર ટકા વધીને રૂ .23,722.7 કરોડ થઈ છે. 2018-19ના સમાન ક્વાર્ટરમાં તે રૂ .20,602.2 કરોડ હતી.