ગુજરાત

gujarat

ETV Bharat / business

બજાજે લૉન્ચ કર્યું 'ચેતક' ઇલેક્ટ્રિક સ્કૂટર - બજાજ ઇલેક્ટ્રિક સ્કૂટર ન્યુઝ

મુંબઇ: બજાજ ઑટોએ 'ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર' લોન્ચ કર્યું છે. આ સ્કૂટરનું બુકિંગ 15 જાન્યુઆરીથી એટલે કે આજથી શરૂ થશે. આ અંગે કંપનીએ કહ્યું કે, ચેતકના ઇલેક્ટ્રિકના અર્બન અને પ્રીમિયમ એમ બે મોડેલ લોન્ચ કર્યા છે.

bajaj
bajaj

By

Published : Jan 15, 2020, 8:29 AM IST

ડ્રમ બ્રેક ચેતકના અર્બન મોડેલની શૉ રૂમમાં કિંમત 1 લાખ, જ્યારે પ્રીમિયમની 1.15 લાખ રૂપિયા છે. જેની ડિલીવરી ફેબ્રુઆરીના અંતમાં શરૂ થશે.

પ્રારંભિક તબક્કામાં ચેતક ઇલેક્ટ્રિક ફક્ત પૂણે અને બેંગલુરુમાં જ ઉપલબ્ધ થશે. બજાજ ઑટોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાકેશ શર્માએ જણાવ્યું હતું કે, "આ ટુ-વ્હીલરથી આ સેક્ટરમાં નવા યુગની શરૂઆત થશે." ગ્રાહક ચેતકની વેબસાઇટ પર જઇને 2 હજાર રૂપિયા આપીને બુકિંગ કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details