વોશિંગ્ટનઃ દુનિયાભરમાં સ્માર્ટફોન ટેક્નોલોજી ઝડપથી વિકસી રહી છે. ટેક્નોલોજી કંપની એપલ ઘણાં લાંબા સમયથી પ્રયાસ કરી રહી હતી કે સામાન્ય બેટરી સેલને કેવી રીતે સિલેન્ડર અથવા કોઈ અન્ય જગ્યાએ ફિટ કરી શકાય. એપલનો આ પ્રયાસ સફળ રહ્યો છે. આનો ઉપયોગ તે ટ્વિસ્ટેડ અથવા લવચીક આઈપેડ અને આઈફોનમાં કરવામાં આવશે.
લવચીક બેટરીને લઈ એેપલે પેટન્ટ દાખલ કરી છે. પેટન્ટમાં કહેવામાં આવ્યું છે કે બેટરી વધારે જગ્યા લેતી હોવાથી કઠોર પણ થાય છે. જેથી જે ઉપકરણમાં તેનો ઉપયોગા કરવામાં આવે તેને વાળી શકાય નહી.આ જ કારણે તેને ટ્વિસ્ટેડ અથવા લવચીક ઉપકરણ બનાવવા માટે તેમાં ઉપયોગમાં લેવાતી બેટરી પણ લવચીક હોવી જોઈએ.