સાન ફ્રાન્સિસ્કો: એપલના સીઈઓ ટિમ કૂકે અબજોપતિઓની યાદીમાં પોતાનું નામ બનાવ્યું છે. અગાઉના તમામ રેકોર્ડ તોડીને આ આઇફોન મેન્યુફેક્ચરિંગ કંપની હવે 1,84,000 કરોડ ડોલરની મૂડી સાથે હવે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે.
કૂકની કુલ સંપત્તિ હવે 100 કરોડ ટોલરના આંકડાને પાર કરી ગઈ છે, જેનાથી તેઓ હવે સત્તાવાર રીતે અબજોપતિની સૂચિમાં શામેલ થઇ ગયા છે.
જોકે, એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ (18700 કરોડ ડોલર), માઇક્રોસોફ્ટના ભૂતપૂર્વ સીઈઓ બિલ ગેટ્સ (12100 કરોડ ડોલર), અને ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ (10200 કરોડ ડોલર) જેવા બ્લૂમબર્ગ બિલિયોનેરની યાદીમાં કૂકને હજી લાંબી યાત્રા કરવી પડશે.