ગુજરાત

gujarat

ETV Bharat / business

અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશનના ડિરેક્ટર પદ પરથી આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશનના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ છાયા વિરાની, રાયના કરણી, મંજરી કાકર અને સુરેશ રંગાચરે પણ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધુ છે.

ફાઈલ ફોટો

By

Published : Nov 16, 2019, 7:57 PM IST

રિલાયન્સ કોમ્યુનિકેશન આપેલી માહિતી મુજબ ડિરેક્ટર અનિલ અંબાણીએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત છાયા વિરાની, રાયના કરણી, મંજરી કાકર અને સુરેશ રંગાચરે પણ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

આરકોમ હાલમાં નાદારીમાંથી પસાર થઈ રહ્યુ છે. જુલાઈ-સપ્ટેમ્બર 2019 માં રૂપિયા 30,142 કરોડનું એકીકૃત નુકસાન થયું છે. શેરબજારમાં પણ હાલ આરકોમના શેરની કિંમત માત્ર 59 પૈસા રહી છે.

ABOUT THE AUTHOR

...view details