કંપનીના સહ સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર કુનાલ બહલે કહ્યું કે સ્નેપડીલ માટે પિરામલનું રોકાણ મહત્ત્વનું છે અને આગામી વર્ષોમાં કંપની મોટા પરિવર્તન લાવશે. જ્યારે સ્નેપડીલ તેની ઉંચાઇ પર હતી ત્યારે 2016 માં કંપનીનું મુલ્ય 6.5 અરબ ડૉલર હતું.
Snapdeal માં આનંદ પિરામલે કર્યું રોકાણ - filpkart
ન્યુઝ ડેસ્ક: પિરામલ કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આંનદ પિરામલે ઈ-કૉમર્સ કંપની Snapdeal માં રોકાણ કર્યું છે. જો કે, પિરામલએ કંપનીમાં કેટલું રોકાણ કર્યું છે તે માહિતી મળી નથી.
file photo
વર્ષ 2017 માં, સોફ્ટબેંકે સ્નેપડીલ અને ફ્લિપકાર્ટને મર્જ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્નેપડીલે ફ્લિપકાર્ટના 95 કરોડ ડૉલરના પ્રસ્તાવને નકારી કાઢી અને કંપની માટે નવી રણનીતિ અપનાવવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
આ નવી રણનીતિ બાદ, સ્નેપડીલનું નુકસાન 2018-19માં ઘટીને 186 કરોડ રુપિયા થયું હતુ જ્યારે વર્ષ 2016-17 માં 4,647.1 કરોડ રૂપિયા હતું.
Last Updated : Jul 24, 2019, 1:17 PM IST