આ નિવેદન અનુસાર, આમાં પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રોજગાર સામેલ છે. જેમાં ઇન્ફરમેશન ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, મનોરંજન, રીટેલ, લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરીંગ જેવા તમામ ક્ષેત્રોમાં રોજગારી ઉભી થશે.
Amazon વર્ષ 2025 સુધીમાં ભારતમાં 10 લાખ નોકરીઓનું કરશે નિર્માણ - એમેઝોન આપશે ભારતમાં નોકરી
નવી દિલ્હી: ગ્લોબલ ઇ-કૉમર્સ કંપની એમેઝોને શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ નેટવર્કમાં રોકાણ કરશે અને આ યોજના દ્વારા તે આગામી પાંચ વર્ષમાં દેશમાં દસ લાખ નવો રોજગાર ઉભો કરશે.
amazon
એમેઝોન ડોટ કૉમના વડા જેફ બેજોસે જાહેરાત કરી હતી કે તેઓ નાના અને મધ્યમ ઉદ્યોગોને ઑનલાઇન લાવવામાં મદદ માટે ભારતમાં 1 અબજ ડૉલર રુપિયાથી વધુનું રોકાણ કરશે અને 2025 સુધીમાં 10 અરબ ડૉલરના મુલ્યના ભારતમાં ઉત્પાદિત ચીજોના નિકાસ માટે પ્રતિબદ્ધ થશે.
બેજોસે જણાવ્યું કે, "અમે આગામી પાંચ વર્ષમાં દેશમાં દસ લાખ નવો રોજગાર બનાવવા માટે રોકાણ કરી રહ્યા છીએ."