કોર્પોરેટ બાબતોના મંત્રાલયને સોંપેલા દસ્તાવેજો અનુસાર, એમેઝોન પે ઈન્ડિયાને એમેઝોન કોર્પોરેટ હોલ્ડિંગ્સ પ્રા.લિ. અને એમેઝોન.કોમ.ઇન્ક લિમિટેડ પાસેથી 1,355 કરોડ રૂપિયા મળ્યા છે. એમેઝોનના ડિજિટલ પેમેન્ટ યુનિટ દ્વારા 31 ડિસેમ્બર 2019ના રોજ બંને કંપનીઓને શેર ફાળવવામાં આવ્યાં હતાં.
એમેઝોને ભારતીય એકમોમાં 1,700 કરોડથી વધુનું કર્યું રોકાણ - એમેઝોન ઇ-કોર્મસ ન્યુઝ
નવી દિલ્હી: દિગ્ગજ ઇ-કૉમર્સ કંપની એમેઝોને ભારતમાં પોતાના વ્યવસાયમાં 1,700 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે.
amazon
એમેઝોન હૉલસેલ પ્રાઇવેટ લિમિટેડે 30 ડિસેમ્બરે એમેઝોન કૉર્પોરેટ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ અને એમેઝોન ડોટ કોમ ઇન્કને આશરે 360 કરોડ રૂપિયાના શેર ફાળવ્યાં છે.
એમેઝોન ઈન્ડિયાએ મૂડી રોકાણો સંબંધિત ઇ-મેઇલનો જવાબ આપ્યો નથી. તે દરમિયાન એમેઝોનના સીઈઓ જેફ બેજોસ ચાલુ અઠવાડિયે ભારતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તે ઉચ્ચ સરકારી અધિકારીઓ, વ્યવસાયિક જાયન્ટ્સ અને સૂક્ષ્મ અને મધ્યમ એકમો સાથે બેઠક કરશે.