ન્યૂયોર્ક: ઇ-કૉમર્સ કંપની એમેઝોનનું વેચાણ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં વધ્યું છે. કોરોના વાયરસના સંકટ વચ્ચે, ઘરે બેઠેલા લોકોની ખરીદીમાં વધારાના કારણે વેચાણમાં વધારો થયો. પરંતુ ઘરે લાખો લોકોને ડિલિવરી પહોંચાડવાને કારણે ખર્ચમાં વધારો થયો છે. આને કારણે, તેનો જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના નફામાં 29 ટકાનો ઘટાડો થયો હતો.
એમેઝોનનો નફો ઘટ્યો, કોવિડ-19 માહામારીને કારણે ખર્ચમાં વધારો થયો - એમેઝોનનો પ્રથમ ક્વાટરનો નફો ઘટ્યો
કોરોના વાઇરસના સંકટ વચ્ચે, ઘરે બેઠેલા લોકોના કારણે વેચાણમાં વધારો થયો. પરંતુ ઘરે લાખો લોકોને ડિલિવરી પહોંચાડવાને કારણે ખર્ચમાં વધારો થયો છે. આ કારણે, તેના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના નફામાં 29 ટકાનો ઘટાડો થયો હતો.
amazon
કંપનીની આવક વોલ સ્ટ્રીટના અંદાજ કરતા ઓછી હતી. આથી ગુરુવારે કંપનીના શેરમાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 2.54 અબજ ડૉલર છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં3.56 અબજ ડોલર હતો.