ગુજરાત

gujarat

ETV Bharat / business

એમેઝોને ભારતમાં ફાયરTVના સ્માર્ટ વર્ઝનના વેચાણ માટે ઓનિડા સાથે ભાગેદારી કરી - smarttv

નવી દિલ્હી: એમેઝોન ઈન્ડિયાના ઉપાધ્યક્ષ સંદીપ ગુપ્તાએ કહ્યું કે, અમે ફાયરટીવીના સ્માર્ટ વર્ઝન માટે બજારમાં સારો પ્રતિસાદ મળ્યો છે. ભારત અમારા સ્ટ્રીમિંગ પ્રોડક્ટ માટે મહત્વપુર્ણ બજાર રહ્યું છે. અહીં સારું માર્કેટ જોવા મળી રહ્યું છે.

નવી દિલ્હી
ETV BHARAT

By

Published : Dec 11, 2019, 6:38 PM IST

ઇ-કોમર્સ અને ટેકનોલોજી કંપની એમેઝોને દેશમાં ફાયરટીવીના સ્માર્ટ વર્ઝન રજૂ કરવા ઓનિડા સાથે ભાગીદારી કરી છે. કંપનીના એક ઉચ્ચ અધિકારીએ આ અંગે માહિતી આપી. એમેઝોને 2018માં અમેરિકા અને કેનેડાના બજારમાં પ્રથમ વખત ફાયરટીવીનું સ્માર્ટ વર્ઝન રજુ કર્યું હતું. કંપનીએ બાદમાં ડિક્સન્સ કારફોન, મીડિયા સૈટર્ન અને ગ્રંડિગની સાથે મળી બ્રિટેન, જર્મની અને ઓસ્ટ્રેલિયામાં રજૂ કર્યું હતું.

એમેઝોન ઈન્ડિયાના અધ્યક્ષ સંદીપ ગુપ્તાએ કહ્યું કે, અમે અત્યાર સુધી ફાયરટીવીના સ્માર્ટ વર્ઝન માટે બજારમાં સારી પ્રતિક્રિયા જોઈ છે. ભારત અમારા સ્ટ્રીમિંગ ઉત્પાદન માટે મહત્વપુર્ણ બજાર રહી છે. અમે ફાયરટીવી માટે આવી જ રીતે સારી પ્રતિક્રિયાની આશા રાખીયે છે.

તેમણે વેચાણના લક્ષ્ય અંગે ટિપ્પણી કરવાની ના પાડી હતી. તેમણે કહ્યું કે, અમે ફાયરટીવીના સ્માર્ટ વર્ઝનના ભારતમાં વેચાણ માટે ઓનિડાની સાથે કરાર કર્યો છે. અમે અન્ય મૂળ ઉપકરણ ઉત્પાદકો સાથે ભાગીદારી કરવા માટે પણ તૈયાર છીએ.

કંપની ભારતમાં ફાયર ટીવી સ્ટ્રીમિંગ સ્ટિક વેચી રહી છે. કંપનીનો દાવો છે કે, ફાયરટીવી અમેરિકા, બ્રિટેન, જર્મની, ભારત અને જાપાનમાં ટોચનું સ્ટ્રીમિંગ મીડિયા ઉત્પાદન છે.

ABOUT THE AUTHOR

...view details