ગુજરાત

gujarat

ETV Bharat / business

Amazon pay એ ભારતમાં ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં 450 કરોડનું કર્યું રોકાણ - digital

નવી દિલ્હી: અમેરિકાની દિગ્ગજ રિટેલ કંપની એમેઝોને ભારતમાં ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં 450 કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે.

ફાઇલ ફોટો

By

Published : Jun 24, 2019, 2:19 PM IST

કોર્પોરેટ અફેર્સ મંત્રાલયને જમા કરાવેલા દસ્તાવેજો અનુસાર, એમેઝોન પે (ઇન્ડિયા) એ એમેઝોન કોર્પોરેટ હોલ્ડિંગ્સ અને એમેઝોન.કોમ INCS લિ.ને 10 રૂપિયાના 45 કરોડ શેર ફાળવ્યા છે.

બિઝનેસ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ ટોફ્લર પાસેથી પ્રાપ્ત દસ્તાવેજો અનુસાર, ફાળવણીની તારીખ 6 જૂન, 2019 છે. એમેઝોન કોર્પોરેટ હોલ્ડિંગ્સે 449.95 કરોડ રુપિયા જમા કર્યા છે જ્યારે બાકીની રકમ Amazon.com થી પ્રાપ્ત થયેલી છે.

આ ફંડિંગ એવા સમયે કરવામાં આવ્યું છે, જ્યારે Paytm, ફ્લિપકાર્ટના માલિકીની ફોનપે, ગૂગલ પે અને અન્ય કંપનીઓ તે જે દેશના સૌથી ઝડપથી વિકસતા ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં ભારે રોકાણ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details