નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપની એરટેલ પર 35,586 કોરડનું દેવું હતું. જે દેવું ચૂકવવા સુપ્રીમ કોર્ટે એરટેલને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ દુરસંચાર વિભાગે તાત્કાલિક ચૂકવણીનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના દબાણ બાદ આખરે એરટેલે 10,000 કરોડની ચૂકવણી કરી છે.
ભારતી એરટેલે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR)ની બાકી નિકળતા રૂપિયા 35,586 કરોડ પૈકી રૂપિયા 10,000 કરોડની ટેલિકોમ વિભાગને ચૂકવણી કરી દીધી છે. એરટેલે કહ્યું હતું કે, આશરે રૂપિયા 10,000 કરોડ 20મી ફેબ્રુઆરી સુધીમાં અને બાકીની રકમ 17મી માર્ચ સુધી ચૂકવણી કરી દેશે.